ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં Dholida Dhol Dhimo Dhimo Vagad Ma
ઢોલીડા ઢોલ તું ધીમો વગાડ ના ,ધીમો વગાડ ના ,
રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , …(૨)
ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય ના ,……(૨)
રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , …(૨)
પૂનમ ની રાતડી ને આંખડી ઘેરાય નાં ,……. (૨)
રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , …(૨)
હો… ચકમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર ,
હો… નૂપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ ,
ગરબામાં ઘૂમતા માં ને કોઇથી પહોચાય ના ,….(૨)
રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , …(૨)
હો… વાંકડિયા વાળ અને ટીલડી લલાટ ,
હો…. મોગરાની વેણી માં શોભે ગુલાબ ,
નીરખી નીરખી ને મારું મનડું ધરાય ના ,….(૨)
રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , …(૨)
હો….સોળે શણગાર સજી , રૂપનો અંબાર બની ,
હો… પ્રેમનું આંજણ આંજી , આવી છે માડી મારી ,
આછી આછી ઓઢણી માં રૂપ માનું માયનહિ …(૨)
ઢોલીડા ઢોલ તું ધીમો વગાડ ના ,ધીમો વગાડ ના ,
રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , …(૨)