માનો ગરબો રે રમે રાજ ને દરબાર Mano Garbo Re Rame Raj Ne Darbar
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
અલી કુંભારી ની નાર તું તો સુતી હો તો જાગ ,
માના ગરબે રે , રૂડા કોડિયા મેલાવ ,
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર
અલી સોનીડા ની નાર તું તો સુતી હો તો જાગ ,
માના ગરબે રે , રૂડા જાળિયા મેલાવ ,
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર
અલી ઘાચીડા ની નાર તું તો સુતી હો તો જાગ ,
માના ગરબે રે , રૂડા દિવેલીયા પુરાવ ,
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર
મારો સોનાનો ,ઘડુલો રે …
હા,પાણીડા છલકે છે હા, પાણીડાં છલકે છે ,
ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે ,
હે પચરંગી પાઘડી વા’લા ને બહુ શોભે રાજ …
હે નવરંગી ચુંદડી ચટકે ને મન મોહે રાજ …
ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે,
હે અંગે અંગરખું વા’લા ને બહુ શોભે રાજ …
હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ …
ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર