માં તારો ગરબો ઝાકમઝોળ Maa Taro Garbo Zakamzod
હે માં તારો ગરબો ઝાકમઝોળ , ઘૂમે ગોળ ગોળ ,
પાવાગઢ ની પોળ માં રે લોલ ,
માં તારી ચુંદડી રાતીચોળ , ઉડે રંગચોળ ,
પાવાગઢ ની પોળ માં રે લોલ ,
હે માડી ગરબે ઘૂમે , હે સજી સોળ શણગાર ,
માંડી તારા ચારણો માં પાવન પગથાર ,
માં તારે ગરબે ફૂલનો હિડોળ , મોંઘો અણમોલ ,
પાવાગઢ ની પોળ માં રે લોલ ,
હે માં તારો ગરબો ઝાકમઝોળ , ઘૂમે ગોળ ગોળ ,
પાવાગઢ ની પોળ માં રે લોલ ,
માં તારી ચુંદડી રાતીચોળ , ઉડે રંગચોળ ,
પાવાગઢ ની પોળ માં રે લોલ ,