31.1 C
Gujarat
સોમવાર, ઓક્ટોબર 7, 2024

અંબા અભય પદ દાયની રે

Post Date:

અંબા અભય પદ દાયની રે Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયિની રે ,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની , અંબા અભય પદ …
હેમ હિંડોળે હીંચકે રે,હિચકે આરાસુરી માત ભીડ ભંજની,અંબા ..
સખીઓ સંગાથે કરે ગોઠડી રે , આવે આઠમની રાત ભીડ ભંજની
સર્વે આરાસુર ચોકા માં રે , આવો તો રમીએ રાસ ભીડ ભંજની ..
એવે સમે આકાશ થી રે , આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની ,..
કોણે બોલાવી મુજને રે , કોણે કર્યો મને સાદ ભીડ ભંજની ,..
મધ દરિયો તોફાન માં રે , મડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની,..
વાયુ ભયંકર ફૂંકતો રે , વેરી થયો વરસાદ ભીડ ભંજની ,..
પાણી ભરાણા વહાણ માં રે , એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની ..
આશા ભર્યો હું આવીયો રે , વ્હાલા જોતા હશે વાટ ભીડ ભંજની .
હૈયું રહે નહિ હાથ માં રે , દરિયે વાળ્યો દાત ભીડ ભંજની ,…
મારે તમારો આશરો રે , ધાઓ ધાઓ મારી માત ભીડ ભંજની ,..
અંબા હિંડોળે થી ઉતર્યા રે , ઉઠયા આરાસુરી માત ભીડ ભંજની ..
સખીઓ તે લાગી પૂછવા રે , ક્યાં કીધા પ્રયાણ ભીડ ભંજની ,..
વાત વધુ પછી પૂછજો રે , બાળ મારો ગભરાય ભીડ ભંજની ,..
ભક્ત મારો ભીડે પડ્યો રે , હું થી કેમ સહેવાય ભીડ ભંજની ,..
એમ કહી નારાયણી રે , સિંહે થયા અસવાર ભીડ ભંજની ,..
ત્રિશુલ લીધું હાથ માં રે , તાર્યું વણિક નું વહાણ ભીડ ભંજની ,..
ધન્ય જનેતા આપને રે , ધન્ય દયાના નિધન ભીડ ભંજની ,..
પ્રગટ પરચો આપનો રે , દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની ,.
ભીડ બધી તેની ભાંગજો રે , સમયે કરજો સહાય ભીડ ભંજની ,..
અંબા અભય પદ દાયની રે , શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lage

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lageઆજનો ચંદલીઓ...

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re Mari Haatu Patan

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re...

રાજા પરીક્ષિત અને કલયુગ ની કથા

રાજા પરીક્ષિત અને કલયુગ ની કથાપરીક્ષિતજી મહારાજ અર્જુનના પૌત્ર...

હો દેવી અન્નપૂર્ણા

હો દેવી અન્નપૂર્ણા Ho Devi Annapurnaમાં શંખલ તે...