માં આનંદ નો ગરબો Maa Anand No Garbo
આજ મુને આનંદ વાધ્યો અતિ ઘણો માં ,
ગાવા ગરબો છંદ બહુચર માત તણો માં…
અલવે આલ પંપાળ આપેક્ષા આણી માં ,
છો ઈચ્છા પ્રતિપાલ દો અમૃત વાણી માં…
સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકલ તારો માં ,
બાલ કરી સંભાળ કર ઝાલો મારો માં…..
તોતલા મુખ તન તો તો તોય કહેમાં ,
અરભક માંગે અન્ન નિજ માતા મન લે માં…
નહિ સવ્ય અપસવ્ય કહિ કોય નવ્ય જાણું માં ,
કલી કહાવા કવ્ય મન માતા આણુંમાં……..
કુલજ કુપાત્ર કુશીલ કર્મ અકર્મ ભર્યો માં ,
મુરખમાં બે મિલ રસ રટવા વિચર્યો માં….
.
મૂઢ પ્રૌઢ ગતિ મત્ય મન મિથ્યા માપી માં ,
કવણ લહે ઉતપત્ય વિશ્વ રહ્યા વ્યાપી માં…
પ્રાક્રમ પ્રબલ પ્રચંડ પ્રબલ નબલ પીછું માં ,
પુરણ પ્રગટ અખંડ અજ્ઞ થકો ઈચ્છું માં…
અરણવ ઓછે પાત્ર અકલે કરી આણું માં ,
પામું નહિ પલ માત્ર મન જાણ્યે જાણું માં…
રસના યુગ્મ હજાર તે રટ્તે હાર્યો માં ,
ઈશે અંશ લગાર લઇ મનમથ માર્યો માં…
મારકંડ મહિમાય મુખ માત્યમ ભાખ્યું માં ,
જયમુની ત્રષિ જેવાય ઉર અંતર રાખ્યું માં….
.
અણગણગણ ગતિ ગોત્ય ખેલ ખરો ન્યારો માં,
માત જાગતી જ્યોત જલહલતો પારો માં…
.
જશ ત્રણ્ય વરણ ગુણ ગાથા કૈક ઉંડલ ગુંડલ માં ,
ભરવા બુદ્ધિ બે હાથ ઓધામાં ઊંડલ માં….
પાય નમાવું શીશ કહું ઘેલું ગાંડું માં ,
માત ન ધરશો રીસ છો ખોલું ખાંડું માં…
આધ નિરંજન એક અલખ અકલ રાનીમાં ,
તુજથી અવર અનેક વિસ્તરતા જાની માં…
શક્તિ સમજવા શ્રેષ્ઠ સેજ્ય સુધાવે અલપ માં ,
કિંચિત કરુણા દ્રષ્ટ ક્રત ક્રત કોટિ કલપ માં….
માતંગી મન મુક્ત રમવા મન કીધું માં ,
જોવા જુક્ત અજુકત રચીયા ચૌદ ભુવનમાં….
નીર ગગન ભુ તેજ હેત કરી હર્મ્યા માં ,
મૃત વીયજે જેહ ભાંડ કરી ભર્મ્યા માં….
તત્ક્ષણ તમથી દેહ ત્રણ્ય કરી પેદા માં ,
ભવ કૃત કરતા જેહ સૃજક પલ છેઘાં માં….
પ્રથમ કર્યો ઉચ્ચાર વેદ ચાર વાયક માં ,
ધર્મ સમસ્ત પ્રકાશ ભૂભરવા લાયક માં….
આજ મુને આનંદ વાધ્યો અતિ ઘણો માં ,
ગાવા ગરબો છંદ બહુચર માત તણો માં…
અલવે આલ પંપાળ આપેક્ષા આણી માં ,
છો ઈચ્છા પ્રતિપાલ દો અમૃત વાણી માં…
સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકલ તારો માં ,
બાલ કરી સંભાળ કર ઝાલો મારો માં…..
તોતલા મુખ તન તો તો તોય કહેમાં ,
અરભક માંગે અન્ન નિજ માતા મન લે માં…
નહિ સવ્ય અપસવ્ય કહિ કોય નવ્ય જાણું માં ,
કલી કહાવા કવ્ય મન માતા આણુંમાં
કુલજ કુપાત્ર કુશીલ કર્મ અકર્મ ભર્યો માં ,
મુરખમાં બે મિલ રસ રટવા વિચર્યો માં…..
મૂઢ પ્રૌઢ ગતિ મત્ય મન મિથ્યા માપી માં ,
કવણ લહે ઉતપત્ય વિશ્વ રહ્યા વ્યાપી માં…
પ્રાક્રમ પ્રબલ પ્રચંડ પ્રબલ નબલ પીછું માં ,
પુરણ પ્રગટ અખંડ અજ્ઞ થકો ઈચ્છું માં…
અરણવ ઓછે પાત્ર અકલે કરી આણું માં ,
પામું નહિ પલ માત્ર મન જાણ્યે જાણું માં…
રસના યુગ્મ હજાર તે રટ્તે હાર્યો માં ,
ઈશે અંશ લગાર લઇ મનમથ માર્યો માં…
મારકંડ મહિમાય મુખ માત્યમ ભાખ્યું માં ,
જયમુની ત્રષિ જેવાય ઉર અંતર રાખ્યું માં…..
અણગણગણ ગતિ ગોત્ય ખેલ ખરો ન્યારો માં,
માત જાગતી જ્યોત જલહલતો પારો માં….
જશ ત્રણ્ય વરણ ગુણ ગાથા કૈક ઉંડલ ગુંડલ માં ,
ભરવા બુદ્ધિ બે હાથ ઓધામાં ઊંડલ માં….
પાય નમાવું શીશ કહું ઘેલું ગાંડું માં ,
માત ન ધરશો રીસ છો ખોલું ખાંડું માં…
આધ નિરંજન એક અલખ અકલ રાનીમાં ,
તુજથી અવર અનેક વિસ્તરતા જાની માં…
શક્તિ સમજવા શ્રેષ્ઠ સેજ્ય સુધાવે અલપ માં ,
કિંચિત કરુણા દ્રષ્ટ ક્રત ક્રત કોટિ કલપ માં….
માતંગી મન મુક્ત રમવા મન કીધું માં ,
જોવા જુક્ત અજુકત રચીયા ચૌદ ભુવનમાં….
નીર ગગન ભુ તેજ હેત કરી હર્મ્યા માં ,
મૃત વીયજે જેહ ભાંડ કરી ભર્મ્યા માં….
તત્ક્ષણ તમથી દેહ ત્રણ્ય કરી પેદા માં ,
ભવ કૃત કરતા જેહ સૃજક પલ છેઘાં માં….
પ્રથમ કર્યો ઉચ્ચાર વેદ ચાર વાયક માં ,
ધર્મ સમસ્ત પ્રકાશ ભૂભરવા લાયક માં….
માત મોટે મહિમાય ન લહે ઇન્દ્ર ઉગત માં…
મેરામણ થી મેર કીધો રવૈયો સ્થિર માં ,
આકરષણ એક તેર વસંગીને તર માં..
સુર સંકટ હરનાર શેવક ને સાનિધ્ય માં ,
અવિગતી અગમ અપાર આનંદી રીધ્ય સીધ્ય માં…
સનકાદિક મુની સાથ સેવી વિધ વીંધે માં ,
આરાધી નવનાથ ચોરાશી સિંધે માં..
આવી અયોધ્યા ઈશ નામી શીશવલ્યા માં ,
દશ મસ્તક ભુજ વિશ છેદી શીત મળ્યા માં..
નૃપ ભીમકે ની કુમારી તમ પૂજ્યે પામી માં ,
રુકમણી રમણ મુરારી મન માન્યો સ્વામી માં..
રાખ્યા પાંડુકુમાર છાના સ્ત્રી સંગે માં ,
સંવત્સર એક બાર વામ્યા તમ અંગે માં…
બાંધ્યો તન પ્રધુમ્ન છુટ્યો નહિ કોઇથી માં ,
સમરીપૂરી સનખન જ્યો કારાગૃહ થી માં….
વેદ પુરાણ પ્રમાણ શાસ્ત્ર સબલ સાખી માં ,
શક્તિ સકલ મંડાણ વિશ્વ રહ્યા રાખી માં….
જે જે જગયાયે જોઉં ત્યાં ત્યાં તું તેવી માં ,
સમ વિભ્રમ માતિ ખોઉં કૈ ન શકું કેવી માં…
ભૂત ભવિષ્ય વર્તમાન ભગવતી ભવાની માં ,
આદિ મધ્ય અવસાન આકારે અવની માં…
તિમિર હરણ શશિસુર તે તારો ધોખો માં ,
અમિ અગ્નિ ભરપુર થઇ શોખો પોખો માં…
ષટરૂતુ ષટરસ માસ દ્વાદશ પ્રતિબંધે માં
અંધકાર ઉજાસ અનુક્રમે અનુસંધે માં…
ધરતી તું ધન ધન્ય ધાન્ય ધરાવાવે માં ,
પાલણ પ્રજા પ્રજ્ન્ય અણ ચિતવે આવે માં….
સકલ સૃષ્ટ સુખદાઈ પય દધી ધૃત માઈ માં ,
સ્નેહ સરસ સરસાઈ તું વિના નહિ કાઈ માં…
સુખ દુઃખ બે સંસાર તારા ઉપાયા માં ,
બુદ્ધિ બળ ને બલહાર ઘણું ડાયા વાયા માં….
ક્ષુધા તૃષા નીદ્રાય લઘુ જોબન વૃદ્ધા માં ,
શાંતિ શુરને ક્ષમાય તું સઘળી શ્રધ્ધા માં….
કામ ક્રોધ મોહ લોભ મદ મચ્છર મમતા માં ,
તૃષ્ણા થઈ સ્થિર થોભ તનમનને સમતા માં…
અર્થ ધર્મ ને કામ મોક્ષ મોહમાયા માં ,
તનતનનો વિશ્રામ ઉર અંતર છાયા માં…
ઉદો ઉદારણ અસ્ત આધ અનાધની માં ,
ભાષા ભૂર સમસ્ત વાક વિવાધની માં…
હર્ષ હાસ ઉપહાસ કાવ્ય કવિત વીતતું માં ,
ભાવ ભેદ નિજ ભાસ ભ્રાંતિ બલે ચિતતું માં…
ગીત નૃત્ય વાજિંત્ર તાલ તાન માને માં ,
વાણી વિવિધ વિચિત્ર ગુણ અગણિત ગણે માં…
રતીરસ વીલસ વિલાસ આશ સકલ જગની માં ,
તાલમાન મધ્યવાસ મહુંમાયા મગની માં….
જાણે અજાણે જક્ત બે બાંધે જાણે માં ,
જીવ સકલ આસક્ત સૌ સરખું માણે માં…
વિધવિધ ભોગ મ્રજાદ જગદાખ્યું ચાખ્યું માં ,
ધૃત સુરતા ને સ્વાદ્પદ પોતે રાખ્યું માં…
જડ થડ શાખ પત્ર પુષ્પ ફૂલે ફલતી માં ,
પરમાણું એક માત્ર રસબસ વિચરતી માં…
નિપટ અટપટી વાત નામ કહું કોનું માં ,
સરજી સાતે ઘાત માત અધિક સોનું માં…
રત્નમણી માણેક નાગમુગીયા મુકતા માં ,
ઉભા અધિક અટેક અન્ય ન સંયુક્તા માં….
નીલપીત આરક્ત શામ સ્વેત સરખી માં ,
ઉભયે વ્યક્તા વ્યક્ત જ્કત જશી નિરખી માં…
નગજે અષ્ટ્કુલ આઠ હેમાચલ આઘે માં ,
પવન ગવન ગતિ ઠાઠ ચર્ચિત તું મધ્યે માં…
કુપ વાવ્ય તલાવ તું સરિતા સિંધુ માં ,
જલ તરૂણી જે નાવતું તારણી બંધુ માં..
વૃક્ષ ભાર અઢાર ભુ ઉપર ઉભા માં ,
ક્રત ક્રત તું કિરતાર ક્રોશ વિધા કુંભા માં…
જડ ચૈતન્ અભિધાન અંગા અંશ ધારી માં ,
માનવી માટે માન તે કરણી તારી માં…
વરણ ચ્યાર નિજ કર્મ ધર્મ સમસ્ત થાપી માં ,
બને બાર અપર્મ અનુચર વાર આપી માં…
વાડવ વન્હિવાસ મુખ માતા પોતા માં ,
જપ્તે તપતે આશ માત જગન જોતા માં…
લક્ષ ચોરાશી જંત સૌ તારા કીધા માં ,
આણી અસુર નો અંત દંડ ભલા દીધા માં…
દુષ્ટ દમ્યા કૈવાર દારુણ દુઃખ દેતાં માં ,
દૈત્ય કર્યા સંહાર ભાગ જગન લેતાં માં…
શુદ્ધ કરણ સંસાર કર ત્રિશુલ લીધું માં ,
ભૂમિ તણે શિરભાર હરવા મન કીધું માં…
બહુચર બુદ્ધિ ઉદાર ખળ ખોળી ખાવા માં ,
સંત કરણ ભવપાર સાધક ને સહવા માં…
અધમ ઉધ્ધારણ હાર આસાનથી ઉઠી માં ,
રાખણ જુગ વહેવાર બંધ બાંધી મુઠ્ઠી માં..
આણી મન આનંદ માં માંડે પગલા માં ,
તેજ પુંજ રવિ ચંદ દે નાના ડગલા માં…
ભર્યા કદમ બે ચાર મદમાતી મદભર માં ,
મનમાં કરી વિચાર તેડાવ્યો અનુચર માં…
ક્રૂર કુટી કરી આરોહ કરુણા કર ચાલી માં ,
નગ પંખી ને નીહોર પગ પૃથ્વી હાલી માં…
ઉડીને આકાશ થઈ અદભુત આવ્યો માં ,
અધક્ષણ માં એક શ્વાસ અવનીતલ લાવ્યો માં…
પાપી કરણ નીપાત પૃથ્વી પડ માહીમાં ,
ગોઠયું મન ગુજરાત ભીલા ભડ મહિમા…
ભોલી ભવાની માય ભાવ ભર્યા ભાલેમાં ,
કીધો કરી ક્રિપાય ચુંવાલે આલે માં…
નવખંડ ન્યાલી નેટ નજર વજર દીઠો માં,
ત્રણ્ય ગામ તરભેટ ઠેઠ આડી બેઠો માં…
સેવક સારણ કાજ સનખન પુર શેઢે માં ,
ઉઠ્યો એક અવાજ ડેડાણા નેઢે માં…
આવ્યા અશરણ શર્ણ અતિ આનંદ ભર્યો માં ,
ઉદિત મુદિત રવિ કર્ણ દશ દિશ જશ પસર્યોમાં…
સકલ સમૃદ્ધિ સુખ માત બેઠા ચિત સ્થિર થૈ માં ,
વસુધા મધ્ય વિખ્યાત વાત વાયુવિધ ગૈ માં…
જાણી પવન જગ જોર જગ જનુની જોખેમાં ,
અધિક ઉડાડ્યો સોર વાસ કરી ગોખે માં….
ચાર ખુંટ ચોખાણ્ય ચરચાએ ચાલીમાં ,
જનજન મુખ પ્રત્યવાણ્ય બહુચર બહુલાલી માં…
ઉદો ઉદો જેકાર કીધા નવ ખંડે માં ,
મંગલ વર્ત્યા ચ્યાર ચૌદે બ્રહ્માંડે માં….
ગાજ્યા સાગર સાત દુધે મેં ઉઠા માં ,
અધર્મ ધર્મ ઉતપાત તે કીધા જુઠા માં…
હરખ્યા સુર નર નાગ મુખ જોઈ માનું માં ,
અવિલોકિક અનુરાગ મન મુનીસર ખાનું માં…
નવ ગ્રહ નમવા પાય પાગ્ય પલી આવ્યા માં ,
ઉપર ઉતારવાય મણી મુકતા લાવ્યા માં…
દશ દિશ ના દિગપાલ દેખી દુઃખ વામ્યા માં ,
જનમ મરણ જજાલ જીતી સુખ પામ્યા માં…
ગુણ ગાંધવ જશ ગાન નૃત્ય કરે રંભા માં ,
સુર સ્વર સુણતા કાન ગત્ય થૈ સ્થિર થંભ્યા માં…
ગુણ નીધ્ય ગરબો એ બહુચર માં કેરો માં ,
કરે ધારી ને દેહ સફળ કરે ફેરે ફેરો માં…
પામે પદારથ પાંચ પોતે સંભાળતા માં ,
નાવે ઉની આંચ દાવાનલ બલતા માં…
અસ્ત્ર ન અડકે અંગ આધ શક્તિ રાખે માં ,
નિશદીન નવલે રંગ સમ દમ ક્રમ પાખે માં…
જલને અનલ અઘાત ઉતારે બેડે માં ,
ક્ષણ ક્ષણ નિશદિન પ્રાત સંકટવત ફેડે માં…
ભૂત પ્રેત જાબુંક વૈતરડા કેણી માં ,
નાવે આડું અચૂક સન્મુખ શકેણી માં….
ચરણ કરણ ગતિ ભંગ ખંગ પંગ ચાલે માં ,
ગુંગ મુંગ મુખ અંગ બદ્ધ બાદ્ધા ટાલેમાં…..
સેન વિહોણા નેણ લઇ નેણાં આપે માં ,
પુત્ર વિહોણા કેણ કૈ મેણા કાપે માં….
કલી કલ્પ તરૂ ઝાડ જે જાણે તેને માં ,
ભક્ત લડાવ્યા લાડ પાડ વિનાકોને માં….
પ્રગટ પુરણ પુરુષાઈ તું આપે પલમા માં ,
ઠાલા ઘેર ઠકરાઈ દે દલ હલ ભલતા માં…
નિરધનને ધન પાત્ર તું કરતા શું છે માં ,
રોગ દોષ દુઃખ માત્ર તું હરતા શું છે માં….
હય ગજરથ સુખપાલ આલ વિના અજરેમ માં ,
બરદે બહુચર બાલ ન્યાલ કરો નજરે માં….
ધર્મ ધજા ધન ધાન નટલે ધામ થાકી માં ,
મહીપતિ મુખ દે માન માના નામ થકી માં…
નરનારી મલી નેહ જે તમને ગાશે માં ,
કુમતિ ક્રત કર્મ નેહ થૈ ઉડી જાશે માં…
ભગવતી ગીત ચરિત્ર જે શુણશે કાને માં ,
થૈ કુલ સહિત પવિત્ર ચડશે વૈમાંને માં….
તુજથી નથી તે વસ્ત તે તુજને તરપું માં ,
પ્રગટ પુરણ પરશસ્તશી ઉપમા અરપું માં….
વારમ વાર પ્રણામ કરજોડી કીજે માં ,
નિર્મલ નિશ્ચલ નામ જન નીશદિન લીજે માં…
નમો નમો જગ માત સહસ્ત્ર નામ તારા માં ,
માત તાત ને ભ્રાત તું સર્વે મારામાં…
સવંત દશ ને સાત નેઉ ફાલ્ગુન શુધ્ધે માં ,
તિથી તૃતીય વિખ્યાત અતિ વાસર બુદ્ધે માં…
રાજ્નગ્ર નિજધામ નવાપુરા મધ્યે માં ,
આઈ આધ વિશ્રામ જાણે જગ બધે માં..
કહે દુલભ સુલભ રહુ છું છેવાડો માં ,
કરજોડી વલ્લભ કે ભટ મેવાડો માં…