સાચી રે મારી સત્ય રે ભવાની માં Sachi Re Mari Satya Re Bhavani Maa
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,
નવ નવ રાત ના નોરતા કરીશ માં ,પૂજાઓ કરીશ માં ,
ગરબો વિરાટ નો ઝીલીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,
જ્યોતિ માં એક તારી છે જ્યોતિ ,તારા સત નું ચમકે રે મોતી
શ્રદ્ધા વાળા ને તારું મોતી મળે રે માં , માડી રે …
તારી ભક્તિ ભવાની માં રાણી ભવાની માં ,
હું તો તારા પગલા ચુમીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,
તું તરનાર ની તારણહારી ,દૈત્યો ને તે દીધા સંહારી ,
શક્તિ શાળી ને તું તો જગની જનેતા માં .., માડી રે…
મારી શક્તિ ભવાની માં ભોલી ભવાની માં ,
હું તો તારા વારણા લઈશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,
જગ માથે એક માયા રચાવી દર્શન દે તું સામે રે આવી ,
સુના સુના રે મારા મંદિર ના ચોક માં ,… માડી રે …
આવ રમવા ભવાની માં રૂડી રે ભવાની માં ,
હું તો તારે ગરબે ઘૂમીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,