30.7 C
Gujarat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025

કુમ કુમ ના પગલા પડ્યા Kum Kum Na Pagla Padya

Post Date:

કુમ કુમ ના પગલા પડ્યા Kum Kum Na Pagla Padya

કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે …..
મડી તારા આવવા ના એંધાણ થયા …

મડી તુજો પધાર સજી સોળે શણગાર ,
આવી મારે રે દ્વાર , કરજે પાવન પગથાર .. (૨)
દીપે દરબાર ,રેલે રંગ ની રસધાર ,
ગરબો ગોળ ગોળ ઘૂમતો , થાયે સાકાર … (૩)

ચાચર ના ચોકે ચગ્યા , દીવાડીયા જ્યોતે ઝગ્યા ,
મંનડા હારો હાર હાલ્યા રે …
મડી તારા આવવા ના એંધાણ થયા …
કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા ,

જોવા લોક ટોળે વળ્યા રે …..
મડી તારા આવવા ના એંધાણ થયા …
માં તું તેજ નો અંબાર , માં તું ગુણ નો ભંડાર ,
માતુ દર્શન દેશે તો થશે , આનંદ અપાર …(૨)

ભવો ભવનો આધાર , દયા દાખવી દાતાર ,
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર …(૩)
સુરજ ના તેજ તપ્યા , ચંદ્ર કિરણ હૈયે વસ્યા ,

તારલિયા ટમ ટમ્યા રે….
મડી તારા આવવા ના એંધાણ થયા …
કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે …..
મડી તારા આવવા ના એંધાણ થયા …

તારો ડુંગર આવાસ , બાણે બાણે તારો વાસ ,
તારા મંદિરીયે જોગણીયું રમે રૂડા રાસ ,
પરચો દેજે હે માત , કરજે સૌ ને સહાય …(૨)
મળી હું છું તારો દાસ , તારા ગુણ નો હું દાસ ..(૩)

મળી તારા નામ ઢળ્યા પરચા તારા ખલકે ચડ્યા ,
દર્શન થી પાવન થયા રે ….
મડી તારા આવવા ના એંધાણ થયા …
કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા ,

જોવા લોક ટોળે વળ્યા રે …..
મડી તારા આવવા ના એંધાણ થયા …
એક તારો આધાર ,તારો દિવ્ય અવતાર ,
સહુ માનવ તણા , માડી ભાવ તું સુધાર ,

તારા ગુણલા આપર , તું છો સૌ ની તારણ હાર ,(૨)
કરીશ સૌ નું કલ્યાણ , માત સૌ નો બેડો પાર ….(૩)
માડી તને અરજી કરું , ફૂલડાં તારા ચરણે ધરું ,

નમી નમી પાયે પડું રે …
મડી તારા આવવા ના એંધાણ થયા …
કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા ,

જોવા લોક ટોળે વળ્યા રે …..
મડી તારા આવવા ના એંધાણ થયા …

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...

વિષ્ણુ સૂક્તમ્

Vishnu Suktam In Gujaratiવિષ્ણુ સૂક્તમ્(Vishnu Suktam In Gujarati) ઋગ્વેદ માં સમાવિષ્ટ...

સરસ્વતી સૂક્તમ્

Saraswati Suktam In Gujaratiસરસ્વતી સૂક્તમ(Saraswati Suktam In Gujarati) એ ઋગ્વેદનો...

ભાગ્ય સૂક્તમ્

Bhagya Suktam In Gujaratiભાગ્ય સુક્તમ(Bhagya Suktam In Gujarati) એ ઋગ્વેદના એક મહત્વપૂર્ણ...