33.6 C
Gujarat
મંગળવાર, સપ્ટેમ્બર 23, 2025

હે દુધે તે ભરી તલાવડી ને

Post Date:

હે દુધે તે ભરી તલાવડી ને He Dudhe Te Bhari Talavadi Ne

દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે વાટકી જેવડી વાવાલડી ને મ’ઈ ખોબલો પાણી માઈ રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

ગરબો માથે કોરિયો માં એ ઝબક દીવડો થાય મારી માડી ,

ગરબો રૂડો ડોલરિયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી ,

હે તાળીઓ ની રમઝટ , પગે પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

હળવે હાલું તો કેર ચહી જાય , હાલું ઉતાવળે તો પગ લચ્કાય ,

સાળુ સંકોરુંતો વાયરે ઉડી જાય , ધડ્કંતો છેડલો સરી સરી જાય

હે પગને ઠેકે ધૂળની ડમરી ગગન માં છવાઈ રે …
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

ચ્યમ જાઉં ઘર આંગણીયે , આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા

થઇ જાવ હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળા ખાય મારા વ્હાલા ,

હે સરખે સરખી સાહેલી ઓ ટોળે ઝટપટ ઝટપટ જાય રે ,…
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari Re Ratladi Man Nisarya

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari...
error: Content is protected !!