આસમાની રંગની ચુંદડો રે
આસમાની રંગની ચુંદડી રે,
રૂડી ચુંદડી રે,માની ચુંદડી લહેરાય.
ચુંદડી ચમકે તારલા રે , રૂડા તારલા રે,
માની ચુંદડી લહેરાય.
નવરંગે રંગી ચુંદડી રે , રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
ચુંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે,
માની ચુંદડી લહેરાય.
શોભે મજાની ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
ચુંદડીમાં ચમકે મુખડું રે , રૂડું મુખડું રે ,
માની ચુંદડી લહેરાય.
અંગે દીપે છે ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડીરે,
માની ચુંદડી લહેરાય.
લહેરે પવન ઉડે ચુંદડી રે , રૂડી ચુંદડી રે ,
માની ચુંદડી લહેરાય.
આસમાની રંગની ચુંદડી રે , રૂડી ચુંદડી રે ,
માની ચુંદડી લહેરાય.