મેડીએ મેલો સોનાનો બજોઠીઓ Maddie Melo Sonano Bajothio
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ,
માં તારો સોના રૂપા નો બાજોઠીયો ,
પહેલી તે પોળમાં પેસતા રે સમા સોનીડાના હાટ જો ,
સોનીડો લાવે રૂડા ઝૂમણાં રે મારી આંબામાં ને કાજ જો ,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ,…
બીજી તે પોળમાં પેસતા રે સમા વાણીડાના હાટ જો ,
વાણીડો લાવે રૂડા ચુંદડી રે મારી ખોડીયાર માં ને કાજ જો ,
ખોડીયાર માં તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ,…
ત્રીજી તે પોળમાં પેસતા રે સમા માંણીયારા ના હાટ જો ,
મણિયારો લાવે રૂડા ચૂડલા રે મારી કલકામાં ને કાજ જો ,
કાળકા માં તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ,…
ચોથી તે પોળમાં પેસતા રે સમા મળીડા હાટ જો ,
મળીડો લાવે રૂડા ઝૂમણાં રે મારી રાંદલ માં ને કાજ જો ,
રાંદલ માં તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો .