34.5 C
Gujarat
રવિવાર, માર્ચ 30, 2025

તાળી પડે છે સવા લાખ Tali Pade Che Sava Lakh

Post Date:

તાળી પડે છે સવા લાખ Tali Pade Che Sava Lakh

તાળી પડે છે સવાલાખ ની રે ,
ગરબાના મૂલ નો થાય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….
મંડપ બાંધ્યો છે નર્યા ફૂલ નો રે ,
મહેક મલક માં નો માય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….
સોપો પડ્યો આકાશમાં રે ,
ચાંદો તો બહુ મુંજાય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….
દીવા બળે ભર્યા હેત ના રે ,
તેજ એના રેલાય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….
પગલા પડે જ્યાં હેમના રે ,
એને શે ધૂળ કહેવાય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….
સો સો કોયલ ટોળે વળી રે ,
મીઠી મીઠી ટહુકાય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….
રાધા પૂછે બહેન રુક્ષ્મણી રે ,
શાની આ રમઝટ થાય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….
ગબ્બર ગોખેથી માં ઉતર્યા રે ,
અંબિકા ગરબા ગાય દેવી અંબિકા ,

તાળી પડે છે સવા લાખની રે ….

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

અથર્વવેદ ગુજરાતી

Atharva Veda Gujaratiઅથર્વવેદ(Atharva Veda Gujarati PDF Download), વેદ તરીકે...

સામવેદ ગુજરાતી

Samveda Gujarati PDFસામવેદ(Samveda Gujarati PDF), ચાર વેદોમાંનો એક,...

યજુર્વેદ – વિશ્વ ના જ્ઞાનનો આધાર

Yajurveda In Gujaratiયજુર્વેદ(Yajurveda In Gujarati), હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ,...

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...