સાથીયા પુરાવો દ્વારે Sathiya Puravo Dvare
સાથીયા પુરાવો દ્વારે , દીવડા પ્રગટાવો રાજ ,
આજ મારે આંગણે , પધારશે માં પાવા વળી ,
જય અંબે માં , જય અંબે માં , જય જય અંબે ,
વાંઝીયા નું મેણું ટાળી રમવા રાજકુમાર દે માં ,
ખોળા નો ખુંદનાર દે ,
કુવારી કન્યા ને માડી મનગમતો ભરથાર દે માં ,
પ્રીતમજી નો પ્યાર દે ,
નિર્ધન ને ધન ધાન આપે ,રાખે માડી સહુની લાજ ,
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી …..
કુમ કુમ પગલા ભરશે , મડી સાતે પેઢી તરશે ,(૨)
આધશકિત માં પાવાવાળી જનમ જનમ હરશે પીડા ,(૨)
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ ,
આજ મારે આંગણે , પધારશે માં પાવાવાળી.