રંગે રમે આનંદે રમે
રંગે રમે આનંદે રમે રે , આજ નવદુર્ગા રંગે રમે ,
આદિત્યે આવિયા અલબેલી , મંડપ માં મતવાલા રે ભમે ,
રંગે રમે આનંદે રમે રે , આજ નવદુર્ગા રંગે રમે ,
સોળ શણગાર માને અંગે સુહાવે , હીરલા રતન માને અંગે સમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
મંગળવારે માજી છે ઉમંગમાં , ચાચર આવીને ગરબે રમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
બુધવારે માજી બેઠા વિરાજે ,રસ વિલાસ માએ ગયો છે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
ગુરુવારે માં ગરબે રમે છે , ચંદન પુષ્પ તે માને ગમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
શુક્રવારે માજી ભાવ ધારી ને , હેતે રમે તે માને ગમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
શનિવારે મહાકાળી થયા છે , ભક્ત ભોજન માને ગમતા જમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
વલ્લભ કહે માને ભાવે ભજો , ને રાસ વિલાસ ગયો સૌએ અમે
આજ નવદુર્ગા રંગે રમે ,
Range Rame Anand Rame Lyrics In English
Raṅgē ramē ānandē ramē rē,
āja navadurgā raṅgē ramē,
ādityē āviyā alabēlī, maṇḍapa māṁ matavālā rē bhamē,
raṅgē ramē ānandē ramē rē,
āja navadurgā raṅgē ramē,
sōḷa śaṇagāra mānē aṅgē suhāvē,
hīralā ratana mānē aṅgē samē,
āja navadurgā raṅgē ramē,
maṅgaḷavārē mājī chē umaṅgamāṁ,
cācara āvīnē garabē ramē,
āja navadurgā raṅgē ramē,
budhavārē mājī bēṭhā virājē,
rasa vilāsa mā’ē gayō chē,
āja navadurgā raṅgē ramē,
guruvārē māṁ garabē ramē chē,
candana puṣpa tē mānē gamē,
āja navadurgā raṅgē ramē,
śukravārē mājī bhāva dhārī nē,
hētē ramē tē mānē gamē,
āja navadurgā raṅgē ramē,
śanivārē mahākāḷī thayā chē,
bhakta bhōjana mānē gamatā jamē,
āja navadurgā raṅgē ramē,
vallabha kahē mānē bhāvē bhajō,
nē rāsa vilāsa gayō sau’ē amē āja navadurgā raṅgē ramē