22.4 C
Gujarat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025

મારું મન મોર બની થનગાટ કરે

Post Date:

મારું મન મોર બની થનગાટ કરે Maru Man More Bani Thangaat Kare

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને , બાદલસુ નિજ નેનન ધારીને
મેઘ મલાર ઉચારી ને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે ,
મારું મન મોર બની થનગાટ કરે …
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભારે …
ગુમરી ગુમરી ગરજાટ ભારે …
મારું મન મોર બની થનગાટ કરે …

નવે ધાનભરી મારી સીમ ઝૂલે , નવ દિન કપોત ની પાંખ ખુલે ,
મધરા મધરા મલકએને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમાંરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભારે …
નવ મેઘ તણે નીલ આંજણીયે મારા ઘેઘુર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભારે મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભટ ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેનનીલાંજન ધેન ભરે
મારું મન મોર બની થનગાટ કરે …

ઓલી કોણ કરી લત મોકળિયું ખડી આભ મહોલ અટારી પરે
ઉચી મેઘ મહોલ અટારી પરે , અને ચાકમ ચુર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે , કરી આડશ કોણ ઉભેલ અરે ,
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મેં’લ પરે
મારું મન મોર બની થનગાટ કરે …

નદી તીર કેરા કુણા ઘાસ પરે પનીહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નાવે પાણી-ઘાટ પરે , એની સુનમાં મીટ મંડાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી , એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કુપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધારે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મારું મન મોર બની થનગાટ કરે …

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુક ની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે , વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હાલે , શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલ ની ડાળ પરે
મારું મન મોર બની થનગાટ કરે …

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...

વિષ્ણુ સૂક્તમ્

Vishnu Suktam In Gujaratiવિષ્ણુ સૂક્તમ્(Vishnu Suktam In Gujarati) ઋગ્વેદ માં સમાવિષ્ટ...

સરસ્વતી સૂક્તમ્

Saraswati Suktam In Gujaratiસરસ્વતી સૂક્તમ(Saraswati Suktam In Gujarati) એ ઋગ્વેદનો...

ભાગ્ય સૂક્તમ્

Bhagya Suktam In Gujaratiભાગ્ય સુક્તમ(Bhagya Suktam In Gujarati) એ ઋગ્વેદના એક મહત્વપૂર્ણ...