ખોડીયાર છે જોગમાયા મામડીયા ની Khodiyar Che Jogmaya Mamadiya Nee
ખોડીયાર છે જોગમાયા માંમડીયા ની ,
ખોડીયાર છે જોગમાયા …
રાજ્પરે આઈ ખોડીયાર બિરાજતા , પરચા અનેરા દેતા ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે માનતાઓ આવતી , ઘી લાપસી ના ખાણા ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે વાંઝીયાઓ આવતા , વાંઝીયા ને પુત્ર દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે નીર્ધનીયા આવતા , નિર્ધન ને ધન દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે આંધળાઓ આવતા , આંધળાને આખો દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે પાંગળાઓ આવતા , પાંગળા ને પગ દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે કોઢિયાઓ આવતા , કોઢિયા ને કાયા દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે દુખિયા ઓ આવતા , દુખિયા ના દુઃખ હરનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….
માજી ને પારે બાળકો રે આવતા , બાળકો ને દર્શન દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગ માયા ….