કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા Kesariyo Rang Tane Lagyo Alya
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા ,
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ .
આસો ના નવરાત્રા આવ્યા અલ્યા ગરબા ,…. (૨)
ઝીણા ઝીણા જાળિયા મુકાવ્યા અલ્યા ગરબા ,……. (૨)
કંકુના સાથીયા પુરાવ્યા અલ્યા ગરબા , …… (૨)
કોના કોના માથે ફર્યો અલ્યા ગરબા , ….. (૨)
નાની નાની બેનડી ના માથે અલ્યા ગરબા ,… (૨)
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા , …… (૨)
ઘૂમતો ઘૂમતો આવ્યો અલ્યા ગરબા ,,… (૨)
હરતો ને ફરતો આવ્યો આરાસુર ,…. (૨)
માં અંબા એ તને વધાવ્યો અલ્યા ગરબા ,… (૨)
હરતો ને ફરતો આવ્યો પાવાગઢ ,…. (૨)
માં કાળી એ તને વધાવ્યો અલ્યા ગરબા ,… (૨)
હરતો ને ફરતો આવ્યો માટેલગામ ટ… (૨)
માં ખોડીયારે તને વધાવ્યો અલ્યા ગરબા ,…. (૨)
હરતો ને ફરતો આવ્યો શંખલપુર ,,…. (૨)
માં બહુચારે તને વધાવ્યો અલ્યા ગરબા ,… (૨)
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા , …. (૨)