હે જગ જનની હે જગદંબા He Jag Janani He Jagdamba
હે જગ જનની હે જગ દંબા , માત ભવાની શરણે લેજે , ..(૨)
આદ્યશક્તિ માં આદિ અનાદી , અરજી મારી ઉરમાં ધરજે ,. .હે ..
કોઈના તીર નું નિશાન બનીને , દિલ મારું તું વીંધાવા દેજે ,.હે .
ઘા સહી લઉં ઘા કરુ નહી કોઈને , એવી અંબા શક્તિ દેજે ,. હે .
હોઈ ભલે દુઃખ મેરુ સરીખા , રંજ એનો ના થાવા દેજે ,.. હે.
રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું , રોવાના બે આંસુ દેજે ,.. હે…
આત્મા કોઈનો આનંદ પામેતો,ભલે સંતાપી લે મુજ આતમને હે .
આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને એને પુષ્પો દેજે …. હે..
ધ્રૂપ બનું હું સુગંધ તું લેજે , રાખ બની મને ઉડી જાવા દેજે ..હે..
બળું ભલે હું બાળ નહિ કોઈને , જીવન મારું સુગંધિત કરજે ..હે..
અમૃત મળે કે ના મળે મુજને , આશિષ અમૃત તું તે દે જે …હે..
ઝેર જીવન ના પી હું જાણું , પચાવવા ની તું માં શક્તિ દેજે .હે..
શક્તિ દે માં ભક્તિ દે માં , આ દુનીયા ના દુઃખ સહેવા દેજે ..હે..
હે જગ જનની હે જગ દંબા , માત ભવાની શરણે લેજે , ..(૨)