ચપટી ભરી ચોખાને Chapti Bhari Chokhane
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
શ્રીફળ ની જોડ લઈને રે ,
હાલો હાલો પાવાગઢ જઈએ રે ,
ચપટી ભરી ચોખા ને …
સામેની પોળે થી માળીડો આવે ,
ગજરા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે ,
ચપટી ભરી ચોખા ને …
સામેની પોળે થી સોનીડો આવે ,
ઝુમ્મર ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે ,
ચપટી ભરી ચોખા ને …
સામેની પોળે થી કુંભારી આવે ,
ગરબા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે ,
ચપટી ભરી ચોખા ને …
સામેની પોળે થી સુથારી આવે ,
બાજોટ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે ,
ચપટી ભરી ચોખા ને …
સામેની પોળે થી જોષીડો આવે ,
ચુંદડી ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે ,
ચપટી ભરી ચોખા ને …