આધશકિત તુજ ને નમું માં Adhashakit Tuj Ne Namun Maa
આદ્ય શક્તિ તુજને નામું રે બહુચરા ,ગણપત લાગુ પાય .
દિન જાણી ને દયા કરો બહુચરા મુખે માગું તે થાય
આદ્ય શક્તિ તુજને નામું રે…
વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય ,
ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય ,
આદ્ય શક્તિ તુજને નામું રે…
સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ ,
સામ સામા બે ઓરડા રે બહુચરા સોનુ ઘડે સો નાર ,
આદ્ય શક્તિ તુજને નામું રે…
શુંભ નિશુંભ ને હાથે હણ્યા બહુચરા બીજા અનેક અસુર ,
રક્તબીજ ને તમે માર્યા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર ,
આદ્ય શક્તિ તુજને નામું રે…
જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દૈત્ય તણા પેટમાય .
ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ ,
આદ્ય શક્તિ તુજને નામું રે…
હૈયું નથી જોને હાલતું યે બહુચરા કઠણ આવ્યો કાળ ,
ધરમ ગયો ધરણી ધસી રે બહુચર પુણ્ય ગયું પાતાળ .
કર જોડી ને વિનવું રે બહુચરા વલ્લભ તારો દાસ
ચરણ પખાળ તુજને નામું રે બહુચર પૂરી આસ ,
આદ્ય શક્તિ તુજને નામું રે…