29.7 C
Gujarat
શનિવાર, માર્ચ 15, 2025

અંબા અભય પદ દાયની રે

Post Date:

અંબા અભય પદ દાયની રે Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયિની રે ,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની , અંબા અભય પદ …
હેમ હિંડોળે હીંચકે રે,હિચકે આરાસુરી માત ભીડ ભંજની,અંબા ..
સખીઓ સંગાથે કરે ગોઠડી રે , આવે આઠમની રાત ભીડ ભંજની
સર્વે આરાસુર ચોકા માં રે , આવો તો રમીએ રાસ ભીડ ભંજની ..
એવે સમે આકાશ થી રે , આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની ,..
કોણે બોલાવી મુજને રે , કોણે કર્યો મને સાદ ભીડ ભંજની ,..
મધ દરિયો તોફાન માં રે , મડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની,..
વાયુ ભયંકર ફૂંકતો રે , વેરી થયો વરસાદ ભીડ ભંજની ,..
પાણી ભરાણા વહાણ માં રે , એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની ..
આશા ભર્યો હું આવીયો રે , વ્હાલા જોતા હશે વાટ ભીડ ભંજની .
હૈયું રહે નહિ હાથ માં રે , દરિયે વાળ્યો દાત ભીડ ભંજની ,…
મારે તમારો આશરો રે , ધાઓ ધાઓ મારી માત ભીડ ભંજની ,..
અંબા હિંડોળે થી ઉતર્યા રે , ઉઠયા આરાસુરી માત ભીડ ભંજની ..
સખીઓ તે લાગી પૂછવા રે , ક્યાં કીધા પ્રયાણ ભીડ ભંજની ,..
વાત વધુ પછી પૂછજો રે , બાળ મારો ગભરાય ભીડ ભંજની ,..
ભક્ત મારો ભીડે પડ્યો રે , હું થી કેમ સહેવાય ભીડ ભંજની ,..
એમ કહી નારાયણી રે , સિંહે થયા અસવાર ભીડ ભંજની ,..
ત્રિશુલ લીધું હાથ માં રે , તાર્યું વણિક નું વહાણ ભીડ ભંજની ,..
ધન્ય જનેતા આપને રે , ધન્ય દયાના નિધન ભીડ ભંજની ,..
પ્રગટ પરચો આપનો રે , દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની ,.
ભીડ બધી તેની ભાંગજો રે , સમયે કરજો સહાય ભીડ ભંજની ,..
અંબા અભય પદ દાયની રે , શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...

વિષ્ણુ સૂક્તમ્

Vishnu Suktam In Gujaratiવિષ્ણુ સૂક્તમ્(Vishnu Suktam In Gujarati) ઋગ્વેદ માં સમાવિષ્ટ...

સરસ્વતી સૂક્તમ્

Saraswati Suktam In Gujaratiસરસ્વતી સૂક્તમ(Saraswati Suktam In Gujarati) એ ઋગ્વેદનો...

ભાગ્ય સૂક્તમ્

Bhagya Suktam In Gujaratiભાગ્ય સુક્તમ(Bhagya Suktam In Gujarati) એ ઋગ્વેદના એક મહત્વપૂર્ણ...