ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari Re Ratladi Man Nisarya
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,… (૨)
લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો અસવાર ,
રાંદલ માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખાલડું માં અધમણ ની કુલેર ,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,
કાળે ઘોડે રે કોણ ચડે માં કાળકા નો અસવાર ,
કાળકા માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખાલડું માં અધમણ ની કુલેર ,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,
ધોળે ઘોડે રે કોણ ચડે માં બહુચર નો અસવાર ,
બહુચર માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખાલડું માં અધમણ ની કુલેર ,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,
રાતે ઘોડે રે કોણ ચડે માં ખોડીયાર નો અસવાર ,
ખોડીયાર માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,