તાળી ના મૂલ ના હોય Tali Na Mul Na Hoy
તાળી પાડી છે સવા લાખની રે
તાળી ના મૂલ ના હોય મારા વાલા
ભજનના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
નંદ જશોદા સવા લાખના રે
લાલા ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
બળભદ્ર વીર સવા લાખના રે
ગોવા્ળો ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
રાધા રૂક્ષ્મણી સવા લાખના રે
ગોપીઓ ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
દ્વારિકા ધામ રળિયામણું રે
ગોકુળ ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
સો સો કોયલ ટોળે મળી રે
મોરલી ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
મંડપ બાંધ્યા છે નર્યા ફૂલના રે
મહેકે મલકની માય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
ભડકો બળે છે આકાશ માર્ગે રે
ચાંદો જોઈને હરખાઈ મારા વાલા,
તાળી પાડી છે સવા લાખની રે
જશોદાજી ગણવા લાગ્યા રે
લાલા ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
દીવો બળે છે ઘણા હેતનો રે
પ્રકાશ એનો ફેલાય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
રાધા પૂછે છે બેન રુકમણી ને રે
કોના તે ગુણલા ગવાય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
મથુરા થી મોહન આવ્યા રે
ગુણલા તે એમના ગવાય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
તાળી પાડી છે સવા લાખની રે
તાળી ના મૂલ ના હોય મારા વાલા
ભજનના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે