એકે છંદે બીજે છંદે Ek Chhande Bije Chhande
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,
રાંદલ માવડી કે ‘ છે મારે બાજોટ ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા સુતારી નો બેટો ,
સુતારી નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,
રાંદલ માવડી કે “ છે મારે ચુંદડી ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા કાપડિયા નો બેટો ,
કાપડિયા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,
રાંદલ માવડી કે “ છે મારે ટોટીયું ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા સોનીડા નો બેટો ,
સોનીડા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,
રાંદલ માવડી કે “ છે મારે વેણીયું ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા મળીડા નો બેટો ,
મળીડા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,
રાંદલ માવડી કે “ છે મારે શ્રીફળ ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા ગાંધીડા નો બેટો ,
ગાંધીડા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,