એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ Ek Vanazari Jhulana Jhulati Ti
એક વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી ,
મારી અંબેમાના ઝૂલણા ઝૂલતી તી .
માં એ પહેલે પગથી યે પગ મુક્યો ,
માની પાની સામણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,
માં એ બીજે પગથી યે પગ મુક્યો ,
માની ઘુટણ સામણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,
માં એ ત્રીજે પગથી યે પગ મુક્યો ,
માની ઢીચણ સામણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,
માં એ ચોથે પગથી યે પગ મુક્યો ,
માની સાથળ સામણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,
માં એ પાંચમે પગથી યે પગ મુક્યો ,
માની કેડ સામણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,