તાળી પડે છે સવા લાખ Tali Pade Che Sava Lakh
તાળી પડે છે સવાલાખ ની રે ,
ગરબાના મૂલ નો થાય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….
મંડપ બાંધ્યો છે નર્યા ફૂલ નો રે ,
મહેક મલક માં નો માય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….
સોપો પડ્યો આકાશમાં રે ,
ચાંદો તો બહુ મુંજાય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….
દીવા બળે ભર્યા હેત ના રે ,
તેજ એના રેલાય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….
પગલા પડે જ્યાં હેમના રે ,
એને શે ધૂળ કહેવાય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….
સો સો કોયલ ટોળે વળી રે ,
મીઠી મીઠી ટહુકાય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….
રાધા પૂછે બહેન રુક્ષ્મણી રે ,
શાની આ રમઝટ થાય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….
ગબ્બર ગોખેથી માં ઉતર્યા રે ,
અંબિકા ગરબા ગાય દેવી અંબિકા ,
તાળી પડે છે સવા લાખની રે ….