18.5 C
Gujarat
રવિવાર, ડિસેમ્બર 21, 2025

આસમાના રંગ ની ચુંદડી

Post Date:

આસમાના રંગ ની ચુંદડી – Aasmana Rang Ni Chundadi Re

આસમાની રંગની ચુંદડો રે
આસમાની રંગની ચુંદડી રે,

રૂડી ચુંદડી રે,માની ચુંદડી લહેરાય.
ચુંદડી ચમકે તારલા રે , રૂડા તારલા રે,
માની ચુંદડી લહેરાય.

નવરંગે રંગી ચુંદડી રે , રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.

ચુંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે,
માની ચુંદડી લહેરાય.

શોભે મજાની ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.

ચુંદડીમાં ચમકે મુખડું રે , રૂડું મુખડું રે ,
માની ચુંદડી લહેરાય.

અંગે દીપે છે ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.

પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડીરે,
માની ચુંદડી લહેરાય.

લહેરે પવન ઉડે ચુંદડી રે , રૂડી ચુંદડી રે ,
માની ચુંદડી લહેરાય.

આસમાની રંગની ચુંદડી રે , રૂડી ચુંદડી રે ,
માની ચુંદડી લહેરાય.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધન્વન્તરિ સ્તોત્ર | Dhanvantari Stotram Gujarati

ધન્વન્તરિ સ્તોત્ર (ધનતેરસ સ્તોત્ર)ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ...

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...
error: Content is protected !!